કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, “નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ) 16 થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાતમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ 2024)નું આયોજન કરી રહ્યું છે.” કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા માહિતી આપી હતી કે, ભારતનાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરનાં રોજ ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્ઝિબિશનનું ઉદઘાટન કરશે.
તેમણે એવી માહિતી પણ આપી હતી કે, આ સંમેલન અને વિવરણનાં સમાપન સત્રની અધ્યક્ષતા ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકર કરશે. રિ-ઇન્વેસ્ટ 2024નો ઉદ્દેશ ઉત્પાદન અને વિકાસ સહિત પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિને પ્રદર્શિત કરવાનો છે. ભારત આગામી પેઢી માટે હરિયાળા ટકાઉ ભવિષ્યના નિર્માણના મહત્વને ઓળખે છે અને તેના મૂળમાં મિશન 500 ગીગાવોટ આવેલું છે, જે 2030 સુધીમાં ભારતના વીજ ઉત્પાદનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના હિસ્સાના નોંધપાત્ર હિસ્સાની કલ્પના કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, જર્મની અને નોર્વે ચોથા રિ-ઇન્વેસ્ટ માટે ભાગીદાર દેશો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ આ કાર્યક્રમના ભાગીદાર રાજ્યો છે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, જર્મની, નોર્વે, સિંગાપોર, હોંગકોંગ, યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઇ અને અન્ય ઘણા દેશોના પ્રતિનિધિમંડળોની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગો, નાણાકીય સંસ્થાઓ વગેરે સામેલ હશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, જર્મન અને ડેનિશ પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ તેમનાં મંત્રીઓ કરશે.