જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆતથી જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. હજુ ઓપરેશન ચાલુ છે. ઉધમપુર અને કઠુઆ જિલ્લાના આ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ વિસ્તારમાં ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં, સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવામાં સફળ રહ્યા છે. આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એમ4 રાઈફલ, એકે રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત કર્યા છે.