PM મોદીની ત્રણ દિવસની વતનની મુલાકાત પૂર્ણ થઈ છે. આમ હવે ગુજરાતના આંગણે પ્રસંગ પૂરો થયો છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરાવવા માટે આગામી સમયમાં અમેરિકા જઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે, ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને PMO તરફથી જો રજા મળે તો ભુપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે. આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.