કચ્છનાં ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.
કચ્છની ધરા પરથી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિ.મી. દૂર નોંધાયું છે. બે મહિના અગાઉ કચ્છના ભચાઉમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો સૂઈ રહ્યા હતા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી.