ઇઝરાયલી દળોએ શુક્રવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ, સાત અન્ય લોકો સાથે માર્યો ગયો હતો અને 59 લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી બેરૂતના દક્ષિણ ભાગમાં આ ત્રીજો હવાઈ હુમલો છે.
આ પ્રદેશમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નાટકીય રીતે ગાઝાથી લેબનોન તરફ સ્થળાંતરિત થયો છે. હિઝબુલ્લાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયલ તરફથી અભૂતપૂર્વ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આમાં 16 સપ્ટેમ્બરે પેજર હુમલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો સંચાર ઉપકરણો અચાનક વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ ઘટનામાં 37 લોકોના મોત થયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈબ્રાહિમ અકીલ US એમ્બેસી બ્લાસ્ટમાં વોંટેડ હતો.