જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવર તાલુકામાં સ્થિત કોગ-મંડલીમાં અથડામણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે એક આતંકવાદી માર્યો ગયો છે. તેનો મૃતદેહ મળી આવ્યો છે. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શનિવારે 28 સપ્ટેમ્બરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમને ત્રણથી ચાર વિદેશી આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. મોડી સાંજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેમાં હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદ શહીદ થયા. જેમાં ડીએસપી અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. બંને અધિકારીઓની હાલત હજુ સ્થિર છે.
શનિવારે 28 સપ્ટેમ્બરે કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં પણ એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં સેનાના ચાર જવાન અને કુલગામ એએસપી ઘાયલ થયા છે.