સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રસાદી લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા 30 થી વધુ લોકોની તબિયત લથડી હતી અને ઝાડા-ઉલ્ટી થયા હતા. સુરેન્દ્રનગરની દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોંઇઝિંગની અસરના દર્દીઓને કલાકો સુધી સારવાર ન આપવામાં આવતા હોબાળો થયો હતો.
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દેદાદરા ગામે દોડી આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે પ્રસાદીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.