મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે વીજ કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું હતું. પોલીસે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વિજાપુરની સેન્ટ જોસેફ વિજાપુર ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે ગ્રાઉન્ડમાં સિરીઝ લગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન શાળામાં સિરીઝ લગાવતા સમયે 3 બાળકો અને 2 કારીગરને કરંટ લાગ્યો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાંથી ધોરણ-9ના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક બાળક મૂળ સાબરકાંઠાના વડાલી નજીકનો હતો. જ્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.