Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

5000 કરોડના ડ્રગ્સ મામલે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સમાંથી કોકેઇન અને ડ્રગ્સ બનાવવાનું 518 કિલો મટિરિયલ મળ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-10-14 11:21:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાયાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરને આવકાર ફાર્મા કંપનીમાંથી કેટલુક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપતા ચકચાર મચી જવા પામ્યો છે.
કંપનીમાં જીવનરક્ષક દવાઓ બનાવવા માટે ઇન્ટરમીડીએટ પ્રકારના કૅમિકલ બનાવવામાં આવતાં હતાં. દિલ્હીના ડ્રગ્સ કેસમાં ત્યાંથી મળેલું 518 કિલો કોકેઇન અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાં બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. દિલ્હીની કંપનીએ આવકાર કંપનીને તેમની જરૂરિયાત મુજબ કૅમિકલ બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો. 518 કિલો કોકેઇન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવતાં કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો.
કંપનીમાં તપાસ દરમિયાન દિલ્હી મોકલવા માટે ઓર્ડર પ્રમાણે અન્ય બેચ તૈયાર હોવાની શકયતાઓ જણાય રહી છે. આ બેચને પોલીસે કંપનીમાંથી જપ્ત કર્યો હોવાની સંભાવના જોવાઇ રહી છે. ડ્રગ્સ માફિયાઓ હવે નાની કંપનીઓમાં ઓર્ડર આપી માદક દ્રવ્યો બનાવડાવતાં હોવાનું લાગી રહ્યું છે. દિવાળી તથા નવા વર્ષના તહેવારો આવી રહયાં છે ત્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી આ ડ્રગ્સ મોકલવાની માફિયાઓની તૈયારી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિયેશન પણ હવે જોબ વર્કથી કૅમિકલ બનાવી આપતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

દિલ્હીમાંથી પકડાયેલું 770 કિલો ડ્રગ્સ ગુજરાતમાં બન્યું હતું

દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુરા અને રમેશ નગરમાંથી ઝડપાયેલાં 5000 કરોડથી વધુના ડ્રગ્સ કૌભાંડનો રેલો ભરૂચના અંકલેશ્વર સુધી આવ્યો છે. ડ્રગ્સકાંડના આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે દિલ્હી અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં છાપો માર્યો હતો. કંપનીમાં તપાસ કરવામાં આવતાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો હતો. આ રો- મટીરીયલ કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. કંપનીમાંથી મળેલા મટીરીયલની બજાર કિમંત 5,100 કરોડથી વધુ હોવાની માહિતી છે. સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સનું મટીરીયલ મળી આવ્યાં બાદ કંપનીના ડીરેકટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી. હજી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Tags: 5000 crore cocaineAnkleshvarfectory owner arrestgujarat
Previous Post

બાબા સિદ્દીકી હત્યા : આરોપીનો સગીર હોવાનો દાવો ફગાવાયો; ​બોન ટેસ્ટ કરવામાં આવ્યો

Next Post

ભરૂચના પાદરીયા ગામે વીજળી પડતા ત્રણના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભરૂચના પાદરીયા ગામે વીજળી પડતા ત્રણના મોત

ભરૂચના પાદરીયા ગામે વીજળી પડતા ત્રણના મોત

ટ્રમ્પની રેલી બહાર હથિયારો સાથે એક શખસની ધરપકડ

ટ્રમ્પની રેલી બહાર હથિયારો સાથે એક શખસની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.