બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને જેલમાં મોકલનાર મહારાષ્ટ્રના પ્રખ્યાત IRS અધિકારી અને પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે રાજકારણમાં પ્રવેશ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાનખેડે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર શિવસેના એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ શકે છે.
હાલમાં કોંગ્રેસના સાંસદ અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ ધારાવી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. વર્ષા ગાયકવાડ આ સીટ પર પોતાની બહેનને કોંગ્રેસ ઉમેદવાર બનાવવા માગે છે. હવે સમીર વાનખેડે આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા સમીર વાનખેડેએ IRSના પદ પરથી રાજીનામું આપવું પડશે અને રાજીનામું કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સ્વીકારવું પડશે. ત્યાર બાદ રાજકારણમાં પ્રવેશનો રસ્તો સાફ થઈ જશે. ગયા વર્ષે સીબીઆઈએ વાનખેડે વિરુદ્ધ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ-ઓન-ક્રાઈમ કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. આ સોદો રૂ. 18 કરોડમાં પૂરો થયો હતો, એજન્સીએ ઉમેર્યું હતું કે વાનખેડેની સંપત્તિ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધારે હતી.