જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ જ કલમ 370ને પુનઃ સ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ અહીં સીએમ તરીકે શપથ લીધા હતા. જે બાદ 17 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરી, મંત્રી સકીના મસૂદ ઈટુ, જાવેદ અહેમદ રાણા, જાવિદ અહેમદ ડાર અને સતીશ શર્મા હાજર હતા.
કેબિનેટે કલમ 370ને પુનઃસ્થાપિત કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સીએમ આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેમને આ પ્રસ્તાવ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સરકારે રાજ્યનો રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત કર્યું હતું.