હવામાન વિભાગે આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, ભરૂચ, પોરબંદર, જૂવાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદનીવ આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, વલસાડ, દમણ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી આગામી 3 દિવસ ચક્રવાત આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસા બાદ પણ વરસાદ સતત ચાલું રહેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.
સૌરાષ્ટ્ર પંથકમાં આજે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. નવેમ્બરના છેલ્લા દિવસોએ (29 નવેમ્બર) ગુલાબી ઠંડીની શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી 24 કલાક ભારે વરસાદ પડશે.
22 થી 24ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર 10 દિવસ પછી તારીખ 17 થી 19 સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે.