Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડ બન્યું નવું ICC વીમેન્સ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન

સાઉથ આફ્રિકાને 32 રને હરાવીને પહેલી વખત આઇસીસી વીમેન્સ ટી20 વર્લ્ડ કપ જીત્યો

dharmendravaghela by dharmendravaghela
2024-10-21 11:53:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 32 રને હરાવીને પહેલી વખત આઇસીસી વીમેન્સ ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે સાઉથ આફ્રિકા વીમેન્સ ક્રિકેટમાં પણ ચોકર બન્યું છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગમાં ઉતર્યા પછીઅમેલિયા કેરના 38 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 43, બ્રૂક હોલિડેના 28 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 તથા સુઝલ બેટ્સના 31 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 32 રનના સથવારે 20 ઓવરમાં 5 વિકેટે 158 રન કર્યા હતા. જ્યારે તેના જવાબમાં સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડના ચુસ્ત બોલિંગ આક્રમણ સામે 9 વિકેટે 126 રન જ કરી શક્યું હતું. સાઉથ આફ્રિકાએ 159 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં એક સમયે વિના વિકેટે 51 રન કર્યા ત્યારે તે મેચ જીતી જશે તેમ લાગતું હતું. પણ ન્યૂઝીલેન્ડ તરફથી રોઝમેરી મેર અને અમેલિયા કેરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને બાજી પલ્ટી નાખી હતી. સાઉથ આફ્રિકાએ પહેલી વિકેટ 51 રને ગુમાવ્યા પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડની ચુસ્ત બોલિંગનો સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પાસે કોઈ જવાબ ન હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે વેસ્ટઇન્ડિઝને અને સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને સેમી ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ન્યૂઝીલેન્ડે પહેલી જ વખત ટાઇટલ જીત્યું છે. ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે આઠ વિકેટે 120 રન જ બનાવી

શકી હતી. મેચમાં કેરેબિયન ટીમ શરૂઆતથી જ વિકેટો ગુમાવતી રહી હતી. ડિઆન્ડ્રા ડોટિને તોફાની ઈનિંગ્સ ચોક્કસ રમી હતી, પરંતુ તે ટીમને જીતના મુકામ સુધી લઈ જઈ શકી નહોતી. ડોટિને 22 બોલમાં ત્રણ સિક્સરની મદદથી 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની પાર્ટ ટાઈમ બોલર સુઝી બેટ્સે માત્ર 6 રન જ આપ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી એડન કાર્સને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. એમેલિયા કેરને પણ બે સફળતા મળી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ગુરુવારે (17 ઓક્ટોબર) દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચમાં આફ્રિકાની ટીમે 8 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમે 5 વિકેટે 134 રન બનાવ્યા હતા. ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન બેથ મૂનીએ સૌથી વધુ 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલિસ પેરીએ 31 રન અને કેપ્ટન તાહિલા મેકગ્રાએ 27 રન બનાવ્યા હતા. 135 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે એન બોશે 48 બોલમાં 74 રનની સૌથી વધુ અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 42 રન બનાવ્યા હતા.

Tags: new zealand womens t20 world cup champion
Previous Post

જાપાનની બુલેટ ટ્રેનમાં ઝોમ્બી થીમ પાર્ટી

Next Post

લેક્ષીન્ગટનમાં અમેરિકન સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ : ત્રણના મોત, આઠ ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લેક્ષીન્ગટનમાં અમેરિકન સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ : ત્રણના મોત, આઠ ઘાયલ

લેક્ષીન્ગટનમાં અમેરિકન સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ : ત્રણના મોત, આઠ ઘાયલ

NDA’ સરકારનો અર્થ છે “નરેન્દ્ર દામોદર દાસ કા અનુશાસન” : શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી

NDA’ સરકારનો અર્થ છે “નરેન્દ્ર દામોદર દાસ કા અનુશાસન” : શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.