દિવાળી સમયે સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી છે. સામી દિવાળીએ ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. તહેવાર ટાણે લોકોએ આ સ્થિતિને કારણે ખરીદી પણ ઓછી કરી દીધી છે. ગત વર્ષની સરખામણીમાં 50% જેટલો ઘટાડો ખરીદીમાં જોવા મળ્યો છે. શો-રૂમમાં ગ્રાહકો દેખાતા નથી. ધનતેરસે જ્વેલરી શો-રૂમમાં ગ્રાહકો મોટી સંખ્યામાં તૂટી પડતા હોય છે, પરંતુ આ વખતે વેપારીઓને ચિંતા છે કે, ગ્રાહકો નહીં દેખાય.
તહેવારના સમયગાળા દરમિયાન સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીનું ચલણ વર્ષોથી ચાલી આવ્યો છે અને આ વર્ષે પણ ભાવ ઊંચા ગયા છે. તેમ છતાં ગુજરાતીઓમાં સોના-ચાંદીની ખરીદીનું પ્રમાણ યથાવત છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં સૌથી વધુ સોના-ચાંદીની ખરીદી થતી હોય છે તથા ત્યારબાદ લગ્નસરામાં પણ સોના-ચાંદીના ઘરેણાની ખરીદી ગ્રાહકો દ્વારા વધુ થાય છે. જોકે, સતત ભાવ વધી રહ્યા છે, તેમ છતાં અત્યારથી જ બજારમાં ખરીદારો સોના-ચાંદીનો ખરીદી કરી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે, આ વર્ષની દિવાળી અમદાવાદના સોની બજાર માટે સારી જઈ શકે છે. ભાવ વધારે હોય કે ઓછા હોય, પરંતુ તહેવાર ટાણે અમદાવાદીઓ સોના-ચાંદીની ખરીદી કરશે.
24 કેરેટ સોનાનો ભાવ જીએસટી સાથે ₹80,500 ચાલી રહ્યો છે તથા ચાંદીનો ભાવ જીએસટી સાથે ₹1,01,000 ચાલી રહ્યો છે. આ ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. તેમ છતાં અમદાવાદ સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, તેમાં પણ આ વર્ષે એનઆરઆઈ સિઝનમાં સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીની આશા યથાવત છે. હાલમાં જે વૈશ્વિક યુદ્ધ છેલ્લા એક વર્ષથી વિવિધ ભાગોમાં થઈ રહ્યું છે. તેને કારણે સોનાની ખરીદીમાં પણ વધારો થયો છે. કારણ કે, સોનુ અને ચાંદી સૌથી સારું ઈન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે તથા હજુ પણ વિવિધ તારણો અનુસાર ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.