જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સુરક્ષા દળો હાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે.
ગોળીબાર કરનારા આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા હોઈ શકે છે. હુમલા બાદ એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલમાં વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. માહિતી મળી રહી છે કે આ હુમલો સોમવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. અખનૂરના બટાલ ગામમાં શિવ મંદિર પાસે ઓચિંતો હુમલો કરીને બેઠેલા ત્રણથી ચાર આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો