દિલ્હી AIIMSમાં દાખલ લોક ગાયિકા શારદા સિંહાનું મંગળવારે નિધન થયું. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગઈકાલે સાંજથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડતાં 26 ઓક્ટોબરે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 નવેમ્બરની સાંજે તેમનું ઓક્સિજન લેવલ નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું, ત્યારબાદ તેઓ વેન્ટિલેટર પર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શારદા સિન્હાના પુત્ર અંશુમન સિન્હા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે શારદા સિન્હાના ખબર અંતર પૂછ્યા હતા.
મંગળવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ શારદા સિન્હાના ખબર અંતર પૂછવા માટે દિલ્હી AIIMS પહોંચ્યા હતા. અહીં તેઓ બિહાર કોકિલાના પરિવારના સભ્યો અને ડોક્ટરોને મળ્યા હતા. આ પહેલા ગઈકાલે સાંજે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન બિહાર કોકિલાને મળવા દિલ્હી AIIMS પહોંચ્યા હતા. શારદા સિન્હાના પુત્ર અંશુમન સોમવારે સાંજે યુટ્યુબ પર લાઈવ આવ્યા હતા અને લોકોને તેમની માતા માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહા દ્વારા ગાયેલા મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા ઘણા દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે. મહાન તહેવાર છઠ સંબંધિત તેમના ગીતોની ગુંજ હંમેશા રહેશે.