મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મહાયુતિ ગઠબંધન પર સંકટ તોળાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના સ્થાનિક ભાજપ નેતાઓથી કંટાળેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાજપના ટોચના નેતાઓને ફરિયાદ કરી છે.
નારાયણ રાણે અને આશીષ શેલાર જેવા ભાજપના નેતાઓએ કહ્યું હતું, “શિંદેએ પોતાનો ઉમેદવાર સદા સરવણકરનું નામ પરત લઇ લેવું જોઇએ અને અમિત ઠાકરેનું સમર્થન કરવું જોઇએ.” રાજ ઠાકરેએ શિંદે વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું અને ખાસ કરીને 2022માં પાર્ટી તોડવા અને બાલ ઠાકરેનું નામ અને ચૂંટણી ચિહ્ન ચોરવાને લઇને પ્રહાર પણ કર્યા હતા.તે બાદ શિંદેએ નક્કી કર્યું કે આ યોગ્ય નથી માટે ભાજપ નેતાઓ દ્વારા શિંદેને પોતાનો ઉમેદવાર પરત ખેચવાની માંગ છતા માન્યા નહતા. એમ પણ કહેવામાં આવે છે કે શિંદે શિવસેનાએ સૂચન આપ્યું હતું કે અમિત ઠાકરેએ ભાંડુપથી ચૂંટણી લડવી જોઇએ જ્યાં મહાયુતિનો કોઇ વર્તમાન ધારાસભ્ય નથી. જોકે, રાજ ઠાકરેએ નિર્ણય કર્યો કે અમિત ઠાકરેએ પોતાના ગૃહ ક્ષેત્રમાંથી જ ચૂંટણી લડવી જોઇએ, જ્યા તેનું ઘર છે.
શિંદેનું માનવું છે કે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવારો વિરૂદ્ધ કામ રહ્યાં છે. માહીમ વિધાનસભા ક્ષેત્રમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ભાજપ ટેકો આપી રહ્યો હોવાથી શિંદે નારાજ થઇ ગયા છે.મુંબઇ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર આડકતરી રીતે મનસેના ઉમેદવાર અમિત ઠાકરેનું કામ કરી રહ્યા હતા. ભાજપ હાઇકમાન્ડે શેલારને ઠપકો આપ્યા પછી હવે શેલાર ઠંડા પડી ગયા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન યોજાશે. પરિણામ 23 નવેમ્બરે આવશે. ભાજપ મહાયુતિ ગઠબંધન સાથે ચૂંટણી લડી રહી છે. ભાજપે 148, શિંદે જૂથે 80 અને અજિત પવાર જૂથે 53 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.