‘જિસ દિન સડકો પે આ ગયે, તુમ્હારી રૂહ કાંપ જાયેગી’, આ મૌલાનાએ ફરી આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન
અમારા યુવાનો કાયર નથી. અમે અમારા યુવાનોને કાબૂમાં રાખ્યા છે, જે દિવસે તેઓ નિયંત્રણની બહાર જશે, તેમને રોકવાનું તમારા હાથમાં નથી.
ઇસ્લામિક ધાર્મિક નેતા તૌકીર રઝા ખાને, તેમના ભડકાઉ નિવેદનો માટે જાણીતા છે. તેમણે મુસ્લિમોને એક થવા અને રવિવારે દિલ્હીને ઘેરી લેવા અપીલ કરી છે. મુસ્લિમ ધાર્મિક નેતા અને ઇત્તેહાદ-એ-મિલ્લત પરિષદના વડા, તૌકીર રઝાએ કહ્યું કે જો આપણે અમારી વાતને પાર પાડવા માંગતા હોય તો બધા મુસ્લિમોએ એક થઈને દિલ્હીને ઘેરી લેવું જોઈએ. તૌકીર રઝાએ જયપુરમાં આ નિવેદન આપ્યું છે.
તૌકીર રઝાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું અને કહ્યું કે કોઈના બાપની તાકાત નથી કે, અમારી સંપત્તિ પર કબજો કરી શકે. તેણે કહ્યું કે તમે અમારી સંખ્યા કેમ છુપાવો છો, જે દિવસે અમે રસ્તા પર આવીશું તે દિવસે તમારો આત્મા કંપી જશે. અમારા યુવાનો કાયર નથી. અમે અમારા યુવાનોને કાબૂમાં રાખ્યા છે, જે દિવસે તેઓ નિયંત્રણની બહાર જશે, તેમને રોકવાનું તમારા હાથમાં નથી.
તૌકીર રઝાએ કહ્યું કે સરકાર બેઈમાન છે, કુરાન અને અલ્લાહનું અપમાન કરે છે. જો તમે ખરેખર પીડા અનુભવો છો અને પ્રમાણિક છો તો હું તમને દિલ્હી આવવા વિનંતી કરું છું. અમારી મિલકત પર કબજો કરવાનો કોઈને અધિકાર નથી.