હિંદુ સિખ ગ્લોબલ ફોરમના પ્રદર્શનકર્તાઓએ કેનેડિયન હાઇકમાન્ડ તરફ માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેમણે પોલીસ બેરિકેડ્સ પણ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
નવી દિલ્હી ખાતે આવેલા કેનેડિયન હાઇકામન્ટ સામે રવિવારે હિંદુ અને સિખ સંગઠનોના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન કેનેડાના બ્રેંપટનમાં એક હિંદૂ મંદિર પર હુમલા બાદ કરવામાં આવ્યું, જેમાં ખાલિસ્તાન સમર્થક જુથે મંદિરની બહાર તોડફોડ કરી અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.આ ઘટના બાદ દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલા કેનેડિયન મિશનની સામે સુરક્ષા વધારવામાં આવી. જેમાં દિલ્હી પોલીસે મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા અને અનેક સ્તરનું બેરિકેડિંગ કર્યું હતું.