દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ હવે તેની પાંખો વૈશ્વિક સ્તરે ફેલાવી રહ્યા છે અને હાલમાંજ અમેરિકામાં ચૂંટણી જીતી જનાર પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા આપતા જાહેરાત કરી હતી કે અદાણી ગ્રુપ બિનપરંપરાગત ઉર્જામાં અમેરિકાએ 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
ખાસ કરીને અમેરિકાએ એનર્જી સિકયોરીટી અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં તેનું આ રોકાણ હશે. ‘એકસ’ પર પોષ્ટમાં ગૌતમ અદાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન સંદેશો શેર કરતા આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે અદાણી ગ્રુપ તેની વૈશ્વિક હાજરી વધારવા કૃતનિશ્ચય છે અને તેના રોકાણથી અમેરિકાએ 15000 જોબ સર્જશે. આ અગાઉ યુરોપીયન યુનીયન, જર્મની, ડેનમાર્ક અને બેલ્જીયમના રાજદૂતો કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી તથા દેશના સૌથી મોટા બંદર તરીકે સ્થાન મેળવનાર મુદ્રા પણ નિહાળવા ગયા હતા. ગૌતમ અદાણીએ તે તસ્વીરો એકસ પર મુકતા હાઈડ્રોજન ઈકોસીસ્ટમ પર ભાર મુકયો હતો.