Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

જાન્યુઆરીથી દરેક પ્રકારના સોનામાં હોલમાર્ક ફરજીયાત

આયાતથી માંડીને દેશમાંથી ખરીદાતા - વેચાતા સોના પર પણ નિયમ લાગુ થશે

dharmendravaghela by dharmendravaghela
2024-11-20 13:15:30
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગ્રાહકોને સોનું સંપૂર્ણ રીતે શુદ્ધ મળે તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના સોનામાં હોલમાર્ક નિયમ લાગુ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આયાત થતા સોના અથવા સોનાના વેપારી દ્વારા ખરીદાયેલ સોનામાં પણ હોલમાર્ક ફરજીયાત થશે. કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2025 થી આ નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ દ્વારા સબંધિત પક્ષકારો સાથે બેઠક કરીને સર્વસંમતિ સાધી લેવામાં આવી છે. પ્રવર્તમાન નિયમો હેઠળ હાલ ગ્રાહકોને વેચાતા દાગીના સીકકા અને અન્ય કલાકૃતિઓ પર જ હોલમાર્કીંગ ફરજીયાત છે.
કેન્દ્ર સરકાર હવે સોનાના દરેકે દરેક વ્યવહાર-ખરીદ વેચાણમાં હોલમાર્કીંગ ફરજીયાત કરવા માંગે છે જેને કારણે નિયમોમાં મોટા ફેરફાર સંભવ છે. સુચિત બદલાવ અંતર્ગત આયાત થતા સોનાથી માંડીને જવેલર તથા સોનાના-હોલસેલ વેપારીઓ દ્વારા દેશમાંથી જ ખરીદાતા સોના પર પણ હોલમાર્ક અનિવાર્ય બનશે.
દેશમાં 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ 23-24 કેરેટથી બનેલા દાગીના તથા કલાકૃતિઓ પર હાલ હોલમાર્ક અનિવાર્ય છે. 2022 થી આ નિયમ અમલમાં છે. ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટેનો સરકારનો ઉદેશ છે. હોલમાર્ક ધરાવતા દાગીનામાં વપરાયેલ સોનુ સંપૂર્ણ શુદ્ધ હોવાની ગેરંટી હોય છે.
સુત્રોના કહેવા પ્રમાણે સૂચિત નિયમોથી બેવડો ફાયદો થઈ શકશે. સોનાની શુધ્ધતા થવાની સાથોસાથ સરકાર સમગ્ર કારોબાર પર વોચ રાખી શકશે. ભારતમાં આવતા સોનામાં પણ ભારતીય નિયમો માપદંડો લાગુ થશે. સોનામાં કોઈ ભેળસેળ નહિં થઈ શકે.દાણચોરી પર લગામ આવશે. વેપારી-જવેલર્સનાં સોનાના કારોબાર પર સરકારની નજર રહેશે. વેપારીના સ્ટોક સહીતનો રેકોર્ડ ઉપલબ્ધ બનશે.

દેશના અર્ધો અર્ધ ભાગોમાં હજુ હોલમાર્ક કેન્દ્રો નથી
વર્તમાન નિયમ હેઠળ ગ્રાહકોને વેચાતા દાગીના પર હોલમાર્ક ફરજીયાત છે.સમસ્યા એ છે કે દેશના દરેક સેન્ટરોમાં હોલમાર્ક કેન્દ્રો નથી પરીણામે અનેક ભાગોમાં હજુ હોલમાર્ક વિનાના દાગીનાનું વેચાણ થઈ રહ્યું છે. બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના ચેરમેન યોગેશ સિંધલના કહેવા પ્રમાણે સરકાર માત્ર આવક અને મોનીટરીંગને જ પ્રાધાન્ય આપે છે હકીકતમાં અર્ધોઅર્ધ જીલ્લાઓમાં હોલમાર્કની સુવિધા નથી. સરકારે શકય એટલા વધુ હોલમાર્ક કેન્દ્રો ખોલવા જોઈએ અને ત્યારબાદ નિયમો કડક બનાવવા જોઈએ.

Tags: gold hallmarkindia
Previous Post

મહારાષ્ટ્ર – ઝારખંડમાં ઉત્સાહભેર મતદાન : મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે નિર્ણાયક જંગ

Next Post

વકીલ ઉપર હુમલાની ઘટના વિરોધમાં ભાવનગરમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
વકીલ ઉપર હુમલાની ઘટના વિરોધમાં ભાવનગરમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં

વકીલ ઉપર હુમલાની ઘટના વિરોધમાં ભાવનગરમાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં

ટીંબીની સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલને રૂ।.એક કરોડનું દાન

ટીંબીની સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલને રૂ।.એક કરોડનું દાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.