ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું.
અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ છે.
રોયટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોસિક્યુટર્સ ફોરેન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે. બુધવારે જ અદાણીએ 20 વર્ષના ગ્રીન બોન્ડના વેચાણથી $600 મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી, તેમના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો.
આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રૉયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.