રાજય હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ક્રમશ: સવાર અને રાત્રીનું તાપમાન નિચુ જવા લાગ્યું છે.આથી વ્હેલી સવારે અને રાત્રીનાં તિવ્ર ઠંડી અનુભવાવા લાગી છે.
ખાસ કરીને હવે સવારે અને રાત્રીનાં ભાગે એ.સી.ઓફ રાખી ચાદર, ધાબળા, ઓઢવા પડે તે પ્રકારની ઠંડી અનુભવાઈ રહી છે.હવામાન વિભાગે તાજેતરમાં જ તા.15 બાદ રાજયમાં ઠંડી વધવાની આગાહી કરી હતી.
જે મુજબ હવે તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. ત્યારે ચાલુ શિયાળુ સિઝનમાં સૌપ્રથમવાર નલિયા સહિત અનેક સ્થળોએ સવારનાં ભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડતા રૂંવાડા ઉભા કરી દેતી ઠંડી અનુભવાઈ હતી.
હવામાન વિભાગ અનુસાર આજરોજ ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા ખાતે-13 ડિગ્રી નોંધાતા નલિયાવાસીએ ધ્રુજી ગયા હતાં.આ ઉપરાંત વડોદરામાં 14.6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.ડિસા ખાતે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
આ ઉપરાંત આજરોજ અમદાવાદ ખાતે પણ ચાલુ શિયાળુ સિઝનની સૌપ્રથમ વાર 17.5 ડિગ્રી, ઠંડી નોંધાઈ હતી.તેમજ અમરેલી ખાતે આજે સવારે 18 ડિગ્રી, ભાવનગરમાં 17.9, ભુજમાં 16.8 ડિગ્રી, અને દમણ ખાતે 19.4 ડિગ્રી, દિવમાં 19.5 ડિગ્રી, તથા દ્વારકા ખાતે 21.3 ડિગ્રી, અને ગાંધીનગરમાં 17.8 ડિગ્રી, કંડલામાં 19.2, ઓખામાં 24.3, પોરબંદરમાં 17.4, સુરતમાં 21 અને વેરાવળ ખાતે 20.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન ર્નોેંધાયું હતું.