દેશના હિમાચલ સહિતના ઉતર ભારતના રાજયોમાં છેવટે શિયાળાનો પરચો શરૂ થયો છે. હિમાચલના સ્પતિમાં તાપમાનનો પારો માઈનસ 8ના સ્તરે સરકી ગયો હતો.
રોહતંગ ઝીલમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. હવામાન વિભાગે 23 નવેમ્બરે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય થવાની અને લાકોલ-સ્પીતિ, કુલ્લુ, કાંગડા તથા ચંબા સહિતના ક્ષેત્રોમાં વરસાદ તથા હિમપાત થવાની આગાહી કરી છે. ગાઢ ઘુમ્મસ છવાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં તાપમાન સતત નીચે સરકવા સાથે નોર્મલ કરતા 0.8 ડીગ્રી નીચે ઉતરી ગયુ છે. સૌથી વધુ ઠંડી લાહૌલ સ્પીતિમાં નોંધાઈ હતી. જયાં પારો માઈનસ 8.8 ડીગ્રીએ સરકી ગયો હતો.
તાબોમાં માઈનસ 3.6 તથા સમુદ્રોમાં માઈનસ 1.1 ડીગ્રી હતો. સિમલામાં તાપમાન 7.6 ડીગ્રી, સુંદરનગરમાં 5.8, કલ્પામાં 1.2, મનાલીમાં 2.4, કુકરીમાં 7, ડેલાહાઉઝીમાં 8.4 ડીગ્રી નોંધાયુ હતું. રોહતંગ પાસમાં બરફની ચાદર જામતા પ્રવાસીઓ ઉત્સાહમાં આવી ગયા હતા.