હજારીબાગ (ઝારખંડ): જિલ્લાના બરઠઠ્ઠા ક્ષેત્રના ગોરહરમાં આજે સવારે 6 વાગ્યે કોલકાતાથી પટણા જઈ રહેલી યાત્રી બસ પલટી જતા પાંચ લોકોના મોત થયા છે. જયારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જાણવા મળેલ વિગતો મુજબ સડક નિર્માણ દરમિયાન કંપનીએ સડક કટ છોડી દીધી હોવાના કારણે બસ અનિયંત્રિત બની ગઈ હોય અને ખાડામાં પલટી ગઈ. યાત્રીઓની ચીસ સાંભળીને આસપાસના ગ્રામીણોએ અને પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢયા હતા. મૃતકોમાં સૌથી વધુ મહિલા હતી.