સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 2 દિવસ ચાલેલું IPL મેગા ઓક્શન પૂર્ણ થઈ ગયું છે. હરાજીમાં 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે. રાઈટ ટુ મેચનો 8 વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો.
ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, તેને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 13 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે U-19માં સદી ફટકારનાર બિહારનો લેફ્ટ હેન્ડ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી IPLનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવને રાજસ્થાન રોયલ્સ (RR)એ ખરીદ્યો હતો.
છેલ્લારાઉન્ડમાં અનસોલ્ડ રહેલા ખેલાડીઓના નામ પાછા આવ્યા. અર્જુન તેંડુલકરને મુંબઈએ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈએ 75 લાખ રૂપિયામાં લિઝાર્ડ વિલિયમ્સનો સમાવેશ કર્યો હતો. રાજસ્થાને કુણાલ રાઠોડને 30 લાખમાં ખરીદ્યો હતો.
બેંગલુરુએ લુંગી એનગિડીને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અભિનંદન સિંહ 30 લાખ રૂપિયામાં બેંગલુરુનો ભાગ બન્યો. કુલવંત ખેજરોલિયાને ગુજરાતે 30 લાખમાં ખરીદ્યો હતો. અશોક શર્માને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યો હતો. વિવેશ પુથુરને મુંબઈએ અને મોહિત રાઠીને બેંગ્લોરે 30-30 લાખમાં ખરીદ્યો હતો.
દક્ષિણ આફ્રિકાનો યુવા લેફ્ટ આર્મ પેસર ક્વેના માફાકાને રાજસ્થાને ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી, બેંગલુરુએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો. જોકે આખરે રાજસ્થાને તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રવીણ દુબેને પંજાબે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.પ્રવીણ દુબેને પંજાબે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીએ અજય મંડલ અને માનવંત કુમારને 30-30 લાખ રૂપિયામાં ખરીદ્યા. ગુજરાતે કરીમ જનાતને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈએ બેવન જેકોબ્સને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો