બેલ્જિયમની સરકારે સેકસ વર્કર્સ (રૂપજીવિની) માટે હાલમાં એક ઐતિહાસિક કાનૂન લાગુ કર્યો છે. હવે આ સેકસ વર્કર્સ ઔપચારિક રોજગાર કોન્ટ્રાકટ પર હસ્તાક્ષણ કરવામાં સક્ષમ બનશે અને અન્ય વ્યવસાયોમાં સમાન કામ શ્રમ અધિકાર પ્રાપ્ત કરશે. હવે બેલ્જિયમમાં પ્રોસ્ટીટયુશન (વેશ્યાવૃત્તિ) અન્ય વ્યવસાયની જેમ જ માનવામાં આવશે.
આ કાયદાને કેટલાક લોકો ક્રાંતિ કહી રહ્યા છે. નવો કાનૂન સેકસ વર્કર્સ માટે મૌખિક અધિકાર પણ સ્થાપિત કરે છે, જેમાં ગ્રાહકોને મનાઈ કરવા, પોતાની પ્રથાઓને પસંદ ક્રવી અને કોઈપણ સમયે કોઈપણ કાર્યને રોકવાનો પણ અધિકાર સામેલ છે. નવા નિયમો અંતર્ગત સેકસ વર્કરોને સ્વાસ્થ્ય વીમો, મેટરનિટી અને સિકલીવ અને બેરોજગારી સહાયતા અને પેન્શન પણ મળશે.
આ કાયદો સેકસ વર્કસના કામના કલાકો, પગાર અને સુરક્ષાના નિયમો પણ સ્થાપિત કરે છે. કાયદાનો મુસદો તૈયાર કરવામાં સામેલ ઈસાબેલ જરામિલોએ કહ્યું હતું કે આ એક અવિશ્વસનીય પગલું છે. આનો મતલબ એ છે કે, સેકસ વર્કર્સના ધંધાને આખરે બેલ્જિયમ રાજય સરકાર દ્વારા કાનૂની માનવામાં આવ્યો છે. અગાઉના કાયદા મુજબ સેકસ વર્કર્સને કામ પર રાખનારને દલાલ કહેવાતો હતો. ભલે તે વ્યવસ્થા સહમતીથી હતી હવે, હવે કામ આપનારે સ્વીકૃતિ મેળવવી પડશે અને સખ્સ સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.