અમેરિકાનું કેલિફોર્નિયા શહેર તીવ્ર અને જોરદાર ભૂકંપથી હચમચી ગયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી હતી. વધુ તીવ્રતાના ભૂકંપના કારણે દરિયામાં સુનામી આવવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની પુષ્ટિ કરી હતી, કેન્દ્ર ફર્ન્ડેલના પશ્ચિમ દક્ષિણપશ્ચિમમાં લગભગ 100 કિલોમીટર (6.21 માઈલ) ની ઊંડાઈએ સ્થિત હતું.
અમેરિકન સિસ્મોલોજિસ્ટ્સ અનુસાર, કેલિફોર્નિયાના દરિયાકાંઠે ગુરુવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે સમુદ્રમાં સુનામીનો ખતરો છે. હોનોલુલુમાં નેશનલ વેધર સર્વિસના સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ખતરનાક સુનામી એપીસેન્ટરથી 300 કિલોમીટરની અંદરના દરિયાકિનારા પર આવી શકે છે. જો કે અત્યારે કોઈપણ વિસ્તારમાં લહેરો નથી, પરંતુ બીચ નજીક રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ.