ભરૂચ અને નડિયાદના 4 શખ્સો પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને પત્રકાર હોવાનુ કહી લાઇસન્સ રદ કરાવી દઈશની ધાક ધમકી આપી બળજબરીપૂર્વક પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.
પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પોતાની દુકાને ગ્રાહકોને આપવાનો જથ્થો ઉતારી રહ્યા હતા તે દરમિયાન આ ચાર શખશો તે દુકાને પહોંચ્યા હતા અને દુકાનદારને ધમકી આપી 2000 રૂપિયા પડાવી લીધા હતા. અને ત્યારબાદ દુકાનનું લાઇસન્સ રદ કરી દેવાની ધમકી આપી હતી. જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી જે અનાજનો જથ્થો હતો. આ જથ્થાને વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને આ ચાર શખ્શો જે પોતાની પત્રકાર તરીકે ની ઓળખાણ આપી ગાડી રોકી હતી. અને ત્યારબાદ 10,000 રૂપિયાની પણ માગણી કરી હતી. જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની પાસે રહેલા 2 હજાર રૂપિયા પણ લઇ લીધા હતા. ત્યારે સંચાલકને આ શખ્શો ઉપર શક જતા સંચાલકે અને ગ્રામજનોએ આ ચાર ઈસમોને પકડી લીધા હતા અને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા.
આ ઘટનામાં જય શ્રીમાળી, ગૌતમ ડોડીયા, હાર્દિક દેવકીયા અને નૂર મહંમદ અબ્દુલ. આ ચાર જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજ દુકાનના સંચાલકને ધમકી આપી અને બળ જબરી પૂર્વક પૈસા પડાવવા માટે આવ્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે ગૌતમ ડોડીયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે, ત્યારે પોલીસે અત્યારે તો ભરૂચ અને નડિયાદ પત્રકારો સામે પોલીસે ગુનો નોંધી અને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ ક્યાંય ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.