મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થશે. આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ હવે તમામની નજર રાજ્ય કેબિનેટ પદોની ફાળવણી પર છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરશે. લગભગ 30 નવા મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. આ શપથ ગ્રહણ નાગપુરમાં યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું અઠવાડિયાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થશે. આ સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.