અમેરિકામાં એક સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. ગોળીબારની આ ઘટના વિસ્કોન્સિનના મેડિસનની એક ક્રિશ્ચિયન સ્કૂલમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર સગીર હતો અને તેનું પણ મોત થયું છે. વિસ્કોન્સિન પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા શૂટર ત્રણ લોકોમાં સામેલ હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે ગોળીબારની ઘટનાને એક વિદ્યાર્થીએ અંજામ આપ્યો હતો. જ્યાં આ ઘટના બની તે ક્રિશ્ચિયન સ્કૂલમાં કિન્ડરગાર્ટનથી લઈને હાઈસ્કૂલ સુધીના 390 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનાર વિદ્યાર્થી પોતાની સાથે 9 એમએમની પિસ્તોલ લાવ્યો હતો. તેણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. મેડિસન પોલીસ વડા શૉન બર્નિસે જણાવ્યું હતું કે સવારે 10:57 વાગ્યે અમારા અધિકારીઓ મેડિસનની એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં હુમલાના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેઓને ગોળી વાગી ગયેલા ઘણા પીડિતો મળ્યા. અધિકારીઓએ ગોળીબાર માટે જવાબદાર માનવામાં આવતા મૃતક કિશોરને શોધી કાઢ્યો હતો. અમે જીવ બચાવવા ઘાયલોને હોસ્પિટલ મોકલવાનું શરૂ કર્યું.