GST કાઉન્સિલની એક મોટી બેઠક શનિવારે 21 ડિસેમ્બર 2024ના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓની સાથે કેટલીક વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.આ બેઠક રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે. આ બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. મોંઘી ઘડિયાળો, પગરખાં અને કપડાં પર જીએસટી દરમાં વધારો થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિગારેટ તમાકુ પર 35 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એમ પણ માનવામાં આવે છે કે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં 148 વસ્તુઓ પર GST દરમાં ફેરફાર થઈ શકે છે.