જર્મનીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જર્મનીના મેગડેબર્ગમાં શુક્રવારે રાત્રે એક કાર ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગઈ અને લોકોને કચડી નાખ્યાજ. આ અકસ્મારતમાં બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા છે. જ્યાેરે ૬૮થી વધુ લોકો ઘાયલ થયા છે. જર્મન મીડિયાના અહેવાલ મુજબ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુંવ કે ડ્રાઈવર ભીડમાંથી ૪૦૦ મીટર સુધી તેનું વાહન લઈ ગયો. જર્મન અખબાર વેલ્ટજના અહેવાલ મુજબ કારનો ડ્રાઈવર સાઉદી નાગરિક છે.
આ વ્ય ક્તિર વ્ય્વસાયે ડોક્ટલર છે અને તેની ઉંમર ૫૦ વર્ષની આસપાસ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેની પાસે અનેક સૂટકેસ છે, જેની તપાસ કરવામાં આવી અને તેમાં કોઈ વિસ્ફોઆટક સામગ્રી મળી નથી. ઇમરજન્સી, સેવાઓએ ઘાયલોની સંભાળ માટે તંબુ ગોઠવ્યાો છે, જ્યાગરે ૧૦-૨૦ ઘાયલોને તાત્કાઘલિક સારવાર માટે મેગ્ડેાબર્ગ યુનિવર્સિટી હોસ્પિવટલમાં લઈ જવામાં આવ્યાછ છે. મેગ્ડેરબર્ગના પ્રવક્તા એ જણાવ્યું હતું કે આ ઘટના ઇરાદાપૂર્વક કરવામાં આવેલ હુમલો હોવાનું જણાય છે.
પ્રત્યુક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મેગ્ડેનબર્ગમાં એક કાળી BMW ઉત્સ વની ભીડમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ડ્રાઈવર પાસે અનેક સૂટકેસ હતી, જેની તપાસ કરવામાં આવી અને કોઈ વિસ્ફો ટક સામગ્રી મળી ન હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યાન છે. આખા રોડ પર બજાર દેખાય છે. જેના કારણે અહીં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યા રે અચાનક એક કાર તેજ ગતિએ લોકોને કચડી નાખે છે. કેટલાક લોકો જમીન પર પડી જાય છે જ્યારરે કેટલાક ભાગવા લાગે છે.