Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી આ વર્ષે ફરી દિલ્હીની ઝાંખી બાકાત

ઝાંખી પસંદગી પ્રક્રિયા રોસ્ટર સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે : સંરક્ષણ મંત્રાલયે આપી સ્પષ્ટતા

dharmendravaghela by dharmendravaghela
2024-12-23 12:13:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીઅને ભાજપ વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર તેમની પાર્ટી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખી સામેલ નહીં કરવાનું કારણ રાજકીય બદલો લેવાનું છે.
કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, તેથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેની ઝાંખીને સામેલ કરવી જોઈએ. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપને પૂછ્યું હતું કે , “હું તેમને પૂછવા માંગુ છું – આ વર્ષે ફરી એકવાર દિલ્હીની ઝાંખી શા માટે સામેલ કરવામાં આવી રહી નથી? શા માટે દિલ્હીના લોકોને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે?” દિલ્હીની ઝાંખી ઘણા વર્ષોથી ગાયબ હોવાનો દાવો કરતા કેજરીવાલે કહ્યું હતું કે, “આ કેવું રાજકારણ છે? દિલ્હી અને તેના લોકો પ્રત્યે આટલી નફરત શા માટે છે? જો આ નેતાઓ આટલી દુશ્મનાવટ ધરાવે છે, તો દિલ્હીના લોકો શા માટે મત આપે છે તેને (ભાજપને) ?” દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખીને જાણીજોઈને બાકાત રાખવાનો આરોપ લગાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલય (MoD)એ સ્પષ્ટતા જારી કરી છે અને ઝાંખીની પસંદગી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક ગણાવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર ઈરાદાપૂર્વક દિલ્હીની ઝાંખીને પરેડમાં સામેલ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર MoDએ કહ્યું હતું કે ઝાંખી પસંદગી પ્રક્રિયા રોસ્ટર સિસ્ટમ હેઠળ કરવામાં આવે છે, જેમાં દર ત્રણ વર્ષે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે.

Tags: delhi teblo outrepublic day pared
Previous Post

પેગાસસનો વિવાદ: વોટ્સએપએ અમેરિકામાં જીત્યો કેસ

Next Post

ટ્રમ્પ સરકારમાં શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
ટ્રમ્પ સરકારમાં શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી

ટ્રમ્પ સરકારમાં શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી

કોઈ આરોપો વિના આરોપીને 5 વર્ષ જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા જેવું : સુપ્રિમ

કોઈ આરોપો વિના આરોપીને 5 વર્ષ જેલમાં રાખવો એ કેસ વિના સજા આપવા જેવું : સુપ્રિમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.