કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સામાન્યુ બજેટ રજૂ કરશે. ૧ ફેબ્રુઆરીએ શનિવાર હોવા છતાં, બોમ્બેં સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ્ (NSE) ખુલ્લા રહેશે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે. પરંતુ તેઓ ખાસ સંજોગોમાં ખોલવામાં આવે છે.ને રવિવારે શેરબજાર બંધ રહે છે. પરંતુ તેઓ ખાસ સંજોગોમાં ખોલવામાં આવે છે.
૨૦૨૫-૨૬ માટે કેન્દ્રીય બજેટની રજૂ થવાનું હોય માટે શનિવાર, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ શેરબજારો વેપાર માટે ખુલ્લા રહેશે. બંને શેરબજારમાં ટ્રેડિંગ સામાન્ય કામકાજના દિવસોની જેમ સવારે ૯.૧૫ થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી રહેશે. આ પહેલા, ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ શનિવાર હોવા છતાં શેરબજારો બજેટના દિવસોમાં ટ્રેડિંગ માટે ખુલ્લા હતા. ૨૦૦૧ના વર્ષમાં બજેટને સાંજે ૫ વાગ્યાને બદલે સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યો ત્યારથી શેરબજાર હંમેશા સામાન્ય સમય દરમિયાન ખુલ્લું રહે છે. વર્ષ ૧૯૯૯ સુધી બજેટ સાંજે ૫ વાગ્યે રજૂ થતું હતું. આ પરંપરા બ્રિટિશ સરકારના સમયથી ચાલી રહી હતી, કારણ કે તેના દ્વારા લંડન અને ભારતમાં એક સાથે જાહેરાત કરી શકાતી હતી. ભારત બ્રિટન કરતાં ૫ કલાક ૩૦ મિનિટ આગળ છે, તેથી ભારતમાં સાંજે ૫ વાગ્યાનો સમય સવારે ૧૧:૩૦ના બરાબર હતો.