Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10 વર્ષમાં 1.50 લાખ કર્મચારીની સીધી ભરતી કરશે ગુજરાત સરકાર

સૌથી વધુ ગૃહ ખાતામાં ભરતી થશે : શિડયુલ તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:40:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકાર આગામી એક દાયદામાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરશે. ગુજરાત સરકાર 18 ડિપાર્ટમેન્ટમાં 82,675 કર્મચારીઓની સીધી ભરતી કરશે અને તેના માટે એક વ્યાપક શેડ્યુલ તૈયાર કર્યું છે. જેમાં શિક્ષણ અને આરોગ્યથી લઈને પરિવાર કલ્યાણ સહિતના આઠ વિભાગો માટે ભરતી ચર્ચા ચાલી રહી છે.અધિકારીઓનું કહેવું છે કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં આગામી 10 વર્ષમાં રાજ્ય સરકારમાં અંદાજીત 1.5 લાખ નવા કર્મચારીઓની ભરતી થઈ શકે છે. 10 વર્ષમાં 18 વિભાગોમાં ભરતી કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં આઠ વિભાગોમાં ભરતી કરવામાં માટે ચર્ચા ચાલી રહી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીધી ભરતીની કુલ સંખ્યા 1.5 લાખ સુધી પહોંચશે તેવી અપેક્ષા છે.
18 વિભાગોમાંથી જ્યાં 82,675 કર્મચારીઓની ભરતી નક્કી કરવામાં આવી છે, તેમાં ગૃહ વિભાગનો હિસ્સો 50 ટકાથી વધુ છે. એટલે કે ગૃહ વિભાગમાં સૌથી વધુ ભરતી થશે. સરકારે આગામી દસ વર્ષમાં ગૃહ વિભાગમાં 43,389 કર્મચારીઓની નિમણૂકને મંજૂરી આપી છે. જે વિભાગોમાં ભરતી અંગેની ચર્ચા ચાલી રહી છે.તેમાં લેબર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, પંચાયતો, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ, ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ, યુથ અને કલ્ચર એક્ટિવિટિઝ ડિપાર્ટમેન્ટ અને બાકીની કેડર્સમાં હેલ્થ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. જે વિભાગો માટે હજી ભરતી અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી નથી તેમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે.
આ કવાયત સાથે સંકળાયેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના તમામ વિભાગો માટે ભરતી અંગે આગામી થોડા અડવાડિયામાં વિચાર-વિમર્શ કરવામાં આવશે અને કેટલા કર્મચારીઓની ભરતી કરવી તે નક્કી કરવામાં આવશે. એકંદરે સીધી ભરતી 1 લાખને વટાવી જવાની અપેક્ષા છે.” અધિકારીએ સ્પષ્ટ કર્યું કે આ આંકડાઓ આઉટસોર્સિંગ મિકેનિઝમ દ્વારા ભરવામાં આવેલી જગ્યાઓને બાદ કરતાં સરકારી સેવામાં સીધી ભરતીનું પ્રતિનિધિત્વ કરે છે.
અધિકારીઓએ વિગતવાર જણાવ્યું કે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે GPSC તથા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ એટલે કે GSSSB વગેરે સહિતની તમામ ભરતી એજન્સીઓ વર્ષ મુજબની ભરતી યોજનાનું પાલન કરશે અને GAD 10 વર્ષના શેડ્યુલની સામે ભરતી અંગેનું નિરીક્ષણ કરશે. 82,675 એપોઈન્ટમેન્ટ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેમાં મોટાભાગની વર્ગ-3ની જગ્યાઓ છે. વર્ગ-3 માટે 78,241 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. જ્યારે વર્ગ-2માં 3950 નવી ભરતી કરવામાં આવશે અને વર્ગ-1માં 484 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

Tags: government of gujaratrecruitment
Previous Post

અમેરિકામાં ડ્રગ્સ માફિયા સુનિલ યાદવની હત્યા

Next Post

ઈ – કોમર્સ સહિતના ડિલીવરી વર્કસને મળશે દુર્ઘટના વિમા, આરોગ્ય પેન્શન સુવિધા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઈ – કોમર્સ સહિતના ડિલીવરી વર્કસને મળશે દુર્ઘટના વિમા, આરોગ્ય પેન્શન સુવિધા

ઈ - કોમર્સ સહિતના ડિલીવરી વર્કસને મળશે દુર્ઘટના વિમા, આરોગ્ય પેન્શન સુવિધા

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.