Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

માસિક 100 યુનિટ વપરાશ પર રૂ. 50-60ની બચત : ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન વીજ વપરાશ પર લાભ

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:44:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે.આજે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરી ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1120 કરોડનો લાભ થશે.
ઊર્જા મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ ની વસૂલાત કરવામાં આવતી હતી. ઓકટોબર-2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવે છે.
રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. 1/10/2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. તેમણે ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ. 1120 કરોડનો લાભ થશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ. 50થી 60ની માસિક બચત થશે.

Tags: electricity billfuel chargegujaratkanu desai
Previous Post

ઈ – કોમર્સ સહિતના ડિલીવરી વર્કસને મળશે દુર્ઘટના વિમા, આરોગ્ય પેન્શન સુવિધા

Next Post

બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

ભાવનગરના સુભાષનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના સુભાષનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.