Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા

સમગ્ર કચ્છને જિયોલોજિકલ હેરિટેજ તરીકે જાહેર કરવાની ડૉ. ભુડિયાએ માગ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-12-27 16:23:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ કચ્છના અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈડ પર મળી આવ્યા છે. કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1 કરોડ અને 5 લાખ (10.5 મિલિયન) વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યાં છે. જેની શોધ અને દાવો કચ્છી NRI સંશોધક ડૉ. હિરજી ભુડિયાએ કર્યો છે.
ડૉ. ભુડિયાના જણાવ્યા અનુસાર, ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મિમાં થાપા, ખભા, હાથ અને પગના હાડકાંનો સમાવેશ થાય છે. આજથી 11 વર્ષ પહેલાં આજ ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી વાનરના દાંતનો જીવાશ્મિ મળ્યો હતો. આ જીવાશ્મિ જોયા બાદ તેમણે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ કરવા નક્કી કર્યું હતું. ગત વર્ષે વ્યસ્તતાના કારણે ના જઈ શક્યાં પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઈટમાં પડાવ નાખીને રીસર્ચ કર્યું અને આ જીવાશ્મિ મળી આવ્યાં. લાંબી મહેનત બાદ આ જીવાશ્મિ શોધવામાં તેમને સફળતા મળી છે અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન કરી રહ્યા છે.
દરમ્યાન, કરોડો વર્ષ જૂનાં વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના પેલિઓન્ટોલોજીસ્ટમાં પ્રવર્તતી જુદી-જુદી થિયરી અંગે ડૉ. ભુડિયાએ જણાવ્યું હતું કે, ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે. જો કે, આ વાનરો માનવોના પૂર્વજ વાનરોથી થોડાં અલગ હતાં. અન્ય કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને વર્તમાન ઊરાંગ ઊટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે.જણાવી દઈએ કે, ડૉ. ભુડિયા મૂળ માધાપરના વતની છે અને હાલ તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલાં છે. ભૂતકાળમાં તે જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલાં છે.
ડૉ. ભુડિયાએ તેમનો અભ્યાસ મેડિસિનમાં કરેલો છે પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તે પેલિઓન્ટોલોજીમાં ખૂબ રીસર્ચ કરી રહ્યાં છે.પેલિઓન્ટોલોજીમુજબ આ વાનર જીવાશ્મિ ‘માયોસિન’ યુગના શિવાલિક પેથિકસ અથવા પિથેક્સ (ગ્રીક ભાષા મુજબ Pithecus એટલે વાનર) તરીકે ઓળખાય છે. પેલિઓન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સ (જીવાશ્મિ)ના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓને તપાસતું ખાસ શાસ્ત્ર. ભારતમાં શિવાલિક પિથેક્સ યુગની અશ્મિઓ હિમાલયન રેન્જની શિવાલીક પર્વતમાળાઓ અને ફક્ત કચ્છમાં જ જોવા મળે છે. શિવાલીક શબ્દ ભગવાન શિવ સાથે સંકળાયેલો છે. 19મી સદીમાં સૌપ્રથમ વખત અહીંથી વાનરના અશ્મિ મળ્યાં હતાં. કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને રામ પિથેક્સ તરીકે પણ સાંકળે છે.
અહીં ટપ્પર ડેમ સાઈડ વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના જીવાશ્મિ મળતાં હવે સમગ્ર કચ્છને જિયોલોજિકલ હેરિટેજ તરીકે જાહેર કરવાની માગ ડૉ. ભુડિયાએ કરી છે. કચ્છની ધરા વિશિષ્ટ છે. આખા કચ્છને જીઓલોજીકલી હેરિટેજ જાહેર કરવો તેવી ઠેર ઠેર સમૃધ્ધ સાઈટ્સ આવેલી છે. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ પ્રસિદ્ધ યાત્રાધઆમ માતાના મઢ પાસે જીએમડીસીની ખાણ નજીકથી મળેલાં વાસુકિ નાગના અશ્મિઓએ પણ ખૂબ ચર્ચા જગાવી હતી.

Tags: anjar kutchchamonkey fossiltappar dam site
Previous Post

યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું : કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ

Next Post

ભાવનગરના ફુલસર ગામમાં ગેરકાયદે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
ભાવનગરના ફુલસર ગામમાં ગેરકાયદે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના ફુલસર ગામમાં ગેરકાયદે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરમાં કુંભારવાડાથી ગઢેચી જવાના RCC રોડ પર ભુવો પડી ગયો

ભાવનગરમાં કુંભારવાડાથી ગઢેચી જવાના RCC રોડ પર ભુવો પડી ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.