Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર અજમેર શરીફ દરગાહમાં મજાર પર ચઢાવવામાં આવશે

PM મોદી દેશની સંસ્કૃતિ અને સભ્યતા નીભાવી રહ્યાં છે-દરગાહ પ્રમુખ

dharmendravaghela by dharmendravaghela
2025-01-03 12:26:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અજમેરના ગરીબ નવાઝ હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં 813મો ઉર્સ શરૂ થઇ ગયો છે. અહીં દર વર્ષે PM મોદી તરફથી ચાદર ચઢાવવામાં આવે છે. આ વખતે પણ 4 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાદર અજમેર શરીફ દરગાહમાં મજાર પર ચઢાવવામાં આવશે. પીએમ મોદીની તરફથી 11મી વખત આ ચાદર ચઢાવવામાં આવી રહી છે.
એક વર્ષ પહેલા પણ નરેન્દ્રમોદીએ અજમેર શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી હતી. દરગાહ બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી તરફથી શનિવારે દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. લઘુમતિ બાબતોના મંત્રી કિરણ રીજીજુ અને ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી ચાદર લઇને અજમેર જશે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, દરગાહ પર ચાદર ચઢાવીને નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો પહોંચાડવા માંગે છે કે, તેઓ એમની વિચારધારા સાથે સહમત થતા નથી. હિન્દુવાદી સંગઠનો સાથે મોદી અંતર વધારી રહ્યા છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં બીજી ચર્ચા એવીય છે કે દેશમાં મસ્જિદો પર હિન્દુ સંગઠનોના દાવા વધ્યા હોવાથી મોદીને ઇસ્લામિક દેશોનું આડકતરૂં દબાણ વધ્યું હતું. એના કારણે સંબંધો જાળવી રાખવા માટે મોદીએ આ પ્રયાસ કર્યો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે પીએમ મોદી તરફથી ચાદર ચઢાવવા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. AAPના મંત્રીએ કહ્યું કે હવે શું હવે ભાજપ બદલાઇ રહ્યું છે? પહેલા દિલ્હીમાં ઇમામોના પગારની માંગ કરી રહ્યાં હતા હવે દરગાહમાં ચાદર ચઢાવી રહ્યાં છે. અજમેર દરગાહના પ્રમુખ નસીરૂદ્દીન ચિશ્તીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. દરગાહના પ્રમુખે કહ્યું કે વડાપ્રધાનની ચાદરનું અમે સ્વાગત કરીએ છીએ. આ દેશની પરંપરા રહી છે કે વર્ષ 1947 બાદ જે પણ વડાપ્રધાન બન્યા છે તેમને ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં અકીદત તરીકે ચાદર મોકલી છે. વર્ષ 2014થી પીએમ મોદી પણ આ પરંપરાને નીભાવી રહ્યાં છે. આ સાથે જ નરેન્દ્ર મોદી આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાને પણ જાળવી રહ્યા છે.

Tags: ajmer shareefchadarmodirRajasthan
Previous Post

ચર્ચાસ્પદ ચૂકાદો : જીજા પુખ્ત વયની સાળી સાથે સંબંધ બાંધે તો અનૈતિક પરંતુ દુષ્કર્મ ન ગણાય

Next Post

સંભલ મસ્જિદની અંદરથી હિંદુ ધર્મ સાથે સંબંધિત 50 થી વધુ ફૂલોની કળાકૃતિઓ મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
સંભલ મસ્જિદની અંદરથી હિંદુ ધર્મ સાથે સંબંધિત 50 થી વધુ ફૂલોની કળાકૃતિઓ મળી

સંભલ મસ્જિદની અંદરથી હિંદુ ધર્મ સાથે સંબંધિત 50 થી વધુ ફૂલોની કળાકૃતિઓ મળી

ED દ્વારા સતત 15 કલાક લાંબી પૂછપરછ અમાનવીય : સુપ્રીમ કોર્ટ

ED દ્વારા સતત 15 કલાક લાંબી પૂછપરછ અમાનવીય : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.