સિડનીમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના સ્ટેન્ડ ઇન કેપ્ટન જસપ્રીત બુમરાહ ઇજાને કારણે મેદાન છોડી દીધુ છે. બુમરાહની જગ્યાએ વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી છે.જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વના નંબર 1 ફાસ્ટ બોલરે સ્કેન માટે ભારતીય ટીમના ડૉક્ટર સાથે મેદાન છોડી દીધુ હતું. બુમરાહને કારમા મેદાન છોડીને જતા જોવામાં આવ્યો હતો. બુમરાહને શહેરની નજીકની હોસ્પિટલમાં સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે.
બુમરાહે શનિવારે લંચ બ્રેક પર પ્રથમ વખત મેદાન છોડ્યું અને પછી એક ઓવર નાખવા માટે બ્રેક પછી પાછો આવ્યો હતો પરંતુ તેણે ફરીથી ઇજા છતા મેદાન છોડી દીધું હતું. બુમરાહના સ્થાને અવેજી ફિલ્ડર તરીકે અભિમન્યુ ઇશ્વરન મેદાન પર આવ્યો હતો.
વિરાટ કોહલીનું છેલ્લા પાંચ વર્ષમાં ટેસ્ટમાં પ્રદર્શન
વિરાટ કોહલીના આંકડાઓ પર એક નજર કરીએ. કોહલીએ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2024 સુધીમાં 67 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે. જેમાં તેણે 2005 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીની સરેરાશ 31.33 રહી હતી અને તેણે 49.26ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. જેમાં કોહલીએ ત્રણ ટેસ્ટ ફટકારી હતી અને તેનો સર્વોચ્ચ સ્કોર 186 રન રહ્યો હતો. એટલે કે બંને ખેલાડીઓએ લગભગ સરખી ઇનિંગ્સ રમી છે. પરંતુ તેમ છતાં રોહિત શર્મા વિરાટ કોહલી કરતાં થોડો આગળ છે.