Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ; SP-NDRFની ટીમ ઘટનાસ્થળે

dharmendravaghela by dharmendravaghela
2025-01-06 12:35:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર ચકચાર પ્રસરી જ છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ભુજ તાલુકા મામલતદાર એ.એન. શર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સોમવાર સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના પોણા નવે તંત્રમાં જાણ કરતાં હાલ વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને યુવતીના બચાવ કાર્ય માટે ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ કામે લાગી છે.
મામલતદારે વધુમાં જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે.

Tags: Kutchresqueyuvati in borwell
Previous Post

ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ

Next Post

સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના ઉપક્રમે ભાવનગર ખાતે સ્ટ્રીટ જલસા કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના ઉપક્રમે ભાવનગર ખાતે સ્ટ્રીટ જલસા કાર્યક્રમ યોજાયો

સ્મોલ વન્ડર્સ પ્લેહાઉસના ઉપક્રમે ભાવનગર ખાતે સ્ટ્રીટ જલસા કાર્યક્રમ યોજાયો

કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુરયુ – ઇન્ડીયા દ્વારા ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ

કરાટે એકેડમી ઓફ જાપાન ગોજુરયુ - ઇન્ડીયા દ્વારા ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.