હાલમાં ડુંગળીની સીઝન ચાલી રહી હોય ભાવનગર સહીત જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જબ્બર આવક થઇ રહી છે. જેમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એકજ રાતમાં ડુંગળીની મબલખ આવક થતા યાર્ડના સત્તાધીશો ડુંગળી ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયા હતા જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ખેડૂતોને ના છૂટકે નારી ચોકડીએ પતરાં શેડ કે લાઈટ વિનાની જગ્યાએ ડુંગળી ઉતારવી પડી હતી જેના કારણ ખેડૂતોએ હોબાળો મચાવતા આજે ડુંગળીની હરરાજી પણ મોદી શરુ થઇ હતી.

ભાવનગર માર્કેટિન્ગ યાર્ડ ઉપરાંત મહુવા અને તળાજા સહીત યાર્ડમાં હાલમાં ડુંગળીની સીઝનના કારણે મબલખ આવક થઇ રહી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના જિલ્લા ભરમાંથી દુર્નાલી ભરેલા અસંખ્ય વાહનો આવ્યા હતા પરંતુ યાર્ડમાં ખેડૂતોને ડુંગળી ઉતારવા માટેની વ્યવસ્થા ના હોય રસ્તા પર વાહનોની લાંબી કતારો થઇ જવા પામી હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટેની વ્યવશ્થા કરવામાં સત્તાધીશો નબળા પડ્યા હતા અને કોઈ જાતની વ્યવસ્થા કરાઈ ના હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લા કક્ષણ યાર્ડમાં જે વ્યવસ્થા કરાવી જોવે તેવી વ્યવસ્થા કરવામાં સત્તાધીશો નિષ્ફળ જતા ખેડૂતોને ના છૂટકે નારી ચોકડી ખાતે પતરાના શેડ અને લાઈટ વિના ખુલ્લી જગ્યામાં પોતાના જોખમે ડુંગળી ઉતારવા મજબુર બન્યા હતા.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે જિલ્લા ભરમાંથી બે લાખ કરતા વધારે ડુંગળીની ગુણોની આવક થતા ડુંગળીથી યાર્ડ છલકાઈ ગયું હતું આજે સવારે જિલ્લભમાંથી આવેલા અને મુશ્કેલીઓ વેઠી વિફરેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ ખાતે હોબાળો મચાવ્યો હતો પરિણામે ડુંગળીની હરરાજી પણ મોદી શરુ થઇ હતી.





