Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હજ-ઉમરાહની યાત્રાના નામે 200થી વધુ યાત્રાળુઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

ચાર માસ અગાઉ બુકિંગ કરાવનારને 15થી 20 હજાર ડિસ્કાઉન્ટની ઓફર આપી લોકોને શિકાર બનાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-01-08 11:51:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હજ અને ઉમરાહની યાત્રાના નામે રાજકોટની રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ અલગ-અલગ ગ્રૂપમાં 217થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂપિયા લઇ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. જેમા રાજકોટ, ગોંડલ, જેતપુર, મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોના લોકો સાથે છેતરપિંડીનો આંકડો બે કરોડ જેટલો છે હાલ આ મામલે 19 વ્યક્તિઓ સાથે રૂ.14 લાખની ઠગાઇ કર્યાની પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ભાવનગર રોડ પર ફાયર સ્ટેશન પાસે રહેતા અને ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરતાં સમીરભાઇ રજાકભાઇ મુલતાનીએ ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ રૂમી, ફિરોઝ જાફાઇ અને એજન્ટ તરીકે નાેકરી કરતી બિસ્મિલાબેન સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં મારા વયોવૃદ્ધ માતા-પિતાને હજ અને ઉમરાહની અમારા મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રા કરવા મોકલવા હોય જેથી તેને રાજકોટમાં ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા અફઝલ રૂમી અને ફિરોઝ જાફાઇનો કોન્ટેક કરી વાત કરી હતી અને તેની ઓફિસે નોકરી કરતા બિસ્મિલાબેન સહિતને મળ્યા હતા અને તેને સાઉદી અરબ જવા માટેની ટિકિટના 61 હજારથી લઇને 75 હજાર સુધીનો ખર્ચ હોવાનું જણાવ્યું હતું.
આ ટૂરમાં વહેલી ટિકિટ બુક કરાવશો તો આછો ખર્ચ અને મોડું બુકિંગ કરવાશો તો ખર્ચ વધી જશે તેમ કહેતાં તેને મારા માતા-પિતા અમે પતિ-પત્ની અને મારો પુત્ર અને મારા ભાઇની પુત્રી મળી કુલ છ વ્યક્તિની ટિકિટ બુક કરવી હતી અને રૂ.2.70 લાખ કટકે-કટકે આપ્યા હતા. બાદમાં મોટા ભાઇ રિયાઝ અને ભાભીની પણ ટિકિટ ઉમેરવાની હોય 2.64 લાખ રૂપિયા રોકડા તેમજ અમારી સાથે ટૂરમાં આવતા રફીકભાઇ, અબ્દુલભાઇ, રહેમાનભાઇ, તૌફીકભાઇ શાહમદાર, અાઝમભાઇ મંસુરી, અબ્દુલભાઇ મારવિયા, રહીમભાઇ સહિતના કુલ રૂ.14 લાખ તેની ઓફિસમાં આપ્યા હતા બાદમાં બધા 19 યાત્રાળુને ઉમરાહ કરાવીને પરત લાવીશું અને પેકેજ અમદાવાદથી અમદાવાદનું હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન તા.4-1-25ના રોજ અમે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી અને ફિરોઝ અને અફઝલને ફોન કરતા બન્નેના ફોન બંધ આવ્યો હતો અને પાસપોર્ટ તેની પાસે હતા. દરમિયાન તેને ફોન આવ્યો હતો કે, ટ્રાવેલ્સ સંચાલકો પૈસા લઇને નાસી ગયા છે અને તમારા પાસપોર્ટ સાથે કારમાં બિસ્મિલાબેન બગોદરા હાઇવે પર હોટેલ પર હોવાનું જણાવતા તેના પરિવાર સહિતના ટૂરમાં આવતા લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેને પૂછતાં બિલ્મિલાબહેને જણાવેલ કે, તમારા બધાની ટિકિટો અફઝલ અને ફિરોઝ પાસે છે અને હાલ આ બન્ને ક્યા છે તે અમને ખબર નથી.
ભગવતીપરામાં રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અફઝલ અને ફિરોઝએ હજ અને ઉમરાહ કરવા લઇ જવાના બહાને 217થી વધુ લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસની તપાસમાં તેની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતી બિસ્મિલાબેન પાસે 60 ટિકિટ બુક કરાવી હોવાનું કહી 27 લાખ લઇ લીધા હોવાનું બહાર આવ્યું હતું.

Tags: Fraudhaj umrahRajkotrazavi tour & travels
Previous Post

રાજ્યો પાસે ફ્રીબીઝના પૈસા, જજોના પગાર-પેન્શનના નથી : સુપ્રીમ કોર્ટ

Next Post

પોલીસમાં 12472 જગ્યા માટે આજથી શારીરિક કસોટી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
પોલીસમાં 12472 જગ્યા માટે આજથી શારીરિક કસોટી

પોલીસમાં 12472 જગ્યા માટે આજથી શારીરિક કસોટી

PM મોદીનો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે

PM મોદીનો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.