Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વેકરીયાના નાર્કોટેસ્ટની માગ, શનિવારે અમરેલી બંધની જાહેરાત

ધાનાણીના વધુ 24 કલાકના ધરણા : કોંગી નેતા આકરાપાણીએ

dharmendravaghela by dharmendravaghela
2025-01-10 12:22:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતાં હતાં. જોકે, તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતી કાલે (11 જાન્યુઆરી) અમરેલી બંધ રાખવાની અપીલ કરી હતી. ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. સાથે જ વેકરીયાના નાર્કોટેસ્ટની માગ કરી હતી અને શનિવારે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.
પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી. અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,નાયબ દંડક કૌશિક વેકરીયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતી કાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતી કાલે અડધો દિવસ ધંધા રોજગારબંધ રાખવા વેપારીઓને મારી અપીલ છે. ધરણા વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.
તપાસ કરતી એસ.આઈ.ટી.ટીમ પર કોંગ્રેસને વિશ્વાસ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતો. ગઈકાલે સૌરાષ્ટ્રભરના કોંગ્રેસ નેતાઓ પ્રતાપ દુધાત, જેની ઠુમર, લલિત વસોયા, લલિત કગથરા,સહિત કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે સાંજ સુધી ધરણા છાવણીની મુલાકાતે કોંગ્રેસના કાર્યકરો સહિત લોકોની અવરજવર જોવા મળી હતી.

Tags: Amreliparesh dhanani dharanapayal goti arrest issu
Previous Post

કેનેડાને પહેલીવાર મળી શકે છે હિન્દુ વડાપ્રધાન?

Next Post

કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ

કેલિફોર્નિયામાં 40 હજાર એકરમાં ફેલાઈ આગ

ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

ધુમ્મસમાં દિલ્હી ‘ગાયબ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.