Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમ 1 ફેબ્રુઆરીથી નાગરિકો માટે ખુલ્લુ

પર્યટકોને આખું મ્યુઝિયમ જોતાં લગભગ 3 કલાક જેટલો સમય નીકળી જશે

dharmendravaghela by dharmendravaghela
2025-01-16 11:41:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમને ગુરુવારે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખંુલ્લુ મૂકવામાં આવશે. જોકે, સામાન્ય જનતા 1 ફેબ્રુઆરીથી મુલાકાત લઈ શકશે.
ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળના આ મ્યુઝિયમમાં સાત કાળના વડનગરની પ્રતીતિ કરાવતાં અવશેષો અને જૂની હસ્તપ્રતો જોઇ શકાશે. પ્રિ.મોર્ય, મોર્ય, ક્ષત્રપ, પોસ્ટ ક્ષત્રપ, સોલંકીકાળ, મુગલકાળ અને ગાયકવાડ કાળના કલ્ચર, વેપાર-ધંધા તેમજ અવશેષો અહીં પ્રદર્શનમાં મૂકાયાં છે. પર્યટકોને આખું મ્યુઝિયમ જોતાં લગભગ 3 કલાક જેટલો સમય નીકળી જશે. દેશ-વિદેશના લોકો માટે અલગ ટિકિટ દર રહેશે. જોકે, કેટલો ટિકિટ દર રખાશે તે બે દિવસમાં નક્કી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વડનગર અમરથોળ દરવાજા નજીક ચાર એકરમાં રૂ.298 કરોડના ખર્ચે પીએસપી પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરાયેલા ઇન્ટરનેશનલ મ્યૂઝિયમમાં અલગ અલગ ફ્લોર ઉપર પ્રાચીન સમયની ચીજવસ્તુઓ મુકવામાં આવી છે. મ્યુઝિયમમાં પ્રવેશતાં જ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેમાં પર્યટકો સ્ક્રીન સામે બેસીને હેડફોન મારફતે ઓડિયો-વીડિયો માધ્યમથી વડનગરનો ઇતિહાસ નિહાળી અને સાંભળી શકશે. ત્રણ ફ્લોર પર જવા આવવા માટે સીડીઓ અને બે લિફ્ટની સુવિધા ઊભી કરાઇ છે. પ્રથમ માળમાં પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યાં છે. જેના પરથી વડનગરનો ઈતિહાસ જાણી શકાશે. તેમજ અલગ અલગ પ્રદર્શન પણ નિહાળી શકાશે. બીજા માળે પણ સાત કાળનાં અવશેષો મૂકવામાં આવ્યા છે. જેમાં સાતે કાળ દરમિયાન મળી આવેલા માટીના અવશેષો કાચમાં રાખવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, અલગ અલગ કાળમાં તે માટી વપરાઇ હતી.
ત્રીજા માળે જૂના સમયના મકાનોનાં બારણાં અને પ્રતિકૃતિઓ, ઘરેણાં, સિક્કા, શંખ, વાસણો, રમકડાં, જૂના સમયનાં તાવીજ, ઓજારો સહિતની સામગ્રી ગેલેરીમાં ગોઠવવામાં આવી છે. દરેક ગેલેરી પર ડિજિટલ સ્ક્રીન લગાવાઇ છે. જેના થકી પર્યટકો સંપૂર્ણ વિગતો જાણી શકશે. ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. પ્રવાસીઓને પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષો જોવા માટે સીડી મારફતે જઈ શકશે, જ્યાં શેડ બનાવવામાં આવ્યો છે.

Tags: gujaratvadnagar archaeology museum
Previous Post

મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

Next Post

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.