Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગીતા અને રામાયણ દરેક વિદ્યાર્થીના દફતરમાં હશે તો ઉત્તમ કામ થશે- મોરારીબાપુ

બધા જ વિદ્યાર્થીઓના દફતરમાં આ બંને મહાગ્રંથો હોવા જોઈએ અને તેનું સમગ્ર આયોજન ટૂંક સમયમાં શિક્ષક સંઘ હાથ ધરશે- પ્રમુખે કરી જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2025-01-16 11:53:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના તલગાજરડાની તપોભૂમિમાં દર વર્ષે દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને શિક્ષક સંઘ દ્વારા પસંદ કરીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ કાર્યક્રમ પૂ.મોરારીબાપુના સાંનિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટ ધામ પ્રભુ પ્રસાદ કેન્દ્ર ખાતે યોજાઈ ગયો.


સમારોહમાં સ્વાગત તા.શિ.સંઘ પ્રમુખ મનુભાઈ શિયાળ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સંઘના મહામંત્રી જૈમીનભાઇ પટેલે આ એવોર્ડથી શિક્ષકોની જવાબદારી વધે છે તેના પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા એ કહ્યું કે પૂ.બાપુની ગાંધીનગર ખાતે કથા થઈ પછી હવે શિક્ષક સંઘના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય છે. બાપુની અપીલને સ્વીકારીને આપણે સમગ્ર રાજ્યમાં શિક્ષકો પોતે દાતા બનીને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અને રામાયણ અર્પણ કરે તેવી અપીલ કરીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓના દફતરમાં આ બંને મહાગ્રંથો હોવા જોઈએ અને તેનું સમગ્ર આયોજન ટૂંક સમયમાં શિક્ષક સંઘ હાથ ધરશે. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ચિત્રકૂટ એવોર્ડ મેળવનારા શિક્ષકો ધન્ય બન્યા છે અને આ સમાજનો પાયો નાખનાર શિક્ષકો છે તેનું ઉદાહરણ આપીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ દ્વારા થયેલા કાર્યોની પણ તેઓએ ઝાંખી કરાવી હતી.
પૂ. મોરારીબાપુ એ કહ્યું કે આપ સૌ મોટા પ્રમાણમાં અહીં પધારો છો તે અમારા માટે ગૌરવની વાત છે. જ્યારે જ્યારે તમે અહીંથી પસાર થાવ ત્યારે જરૂરથી પધારજો. એટલું જ નહીં પણ હજુ વધારે પ્રમાણમાં ચિત્રકૂટ ધામ શિક્ષકોનું સન્માન કરવામાં નિમિત બની શકે તે માટે અમારો પ્રયત્ન છે.મહુવાને જિલ્લો હજુ મળ્યો પણ જો મળે તો આપણે મહુવાને પણ આ એવોર્ડ આપવા માગીએ છીએ. રામાયણ અને ભગવદ્ ગીતા અને રામાયણ માનવની બે આંખો છે અને જો તેમના દફતરમાં હશે તો જરૂરથી એક ઉત્તમ કામ આપણે કરી શકીશું. બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંગીનું કપરું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે, જે સ્વચ્છ ઉત્તરદાયિત્વ માટેના કામને આવકારું છું.
મહુવા તાલુકાના શિક્ષક સંઘના શૈક્ષણિક અધિવેશન સાથેના આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના ચાર નિવૃત શિક્ષકોને સન્માન વિદાય આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અતિથિ તરીકે પદ્મશ્રી સરિતા જોશી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પંડ્યા,બગદાણાએ સંભાળ્યું હતું. આભાર વિધિ મહામંત્રી જગદીશભાઈ કાતરીયાએ કરી હતી . કાર્યક્રમમાં જયદેવ માંકડ, રસિકભાઈ અમીન, મહેન્દ્રસિંહ વીંછિયા, મધુકર ઓઝા, ગજેન્દ્રસિંહ વાળા, ગણપતભાઈ પરમાર, દીપેન્દ્રભાઈ ધાંધલ, ટીપીઓ બારડ, સરપંચ ભોળાભાઈ કલસરિયા, બીઆરસી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

મા, માસ્તર અને મહાત્મા તથા ગુરુ નરમાંથી નરોત્તમ બનાવી શકે- સીતારામબાપુ

આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામબાપુએ શિક્ષકોને સંબોધતા શિક્ષકોનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું હતું કે, નિષ્ઠાએ ગુણનું સ્વતંત્ર મૂલ્ય છે. મા, માસ્તર અને મહાત્મા તથા ગુરુ નરમાંથી નરોત્તમ બનાવી શકે છે. શિક્ષણથી નૈતિક મૂલ્યો મળે છે. જ્યારે વિદ્યા વિદ્વાન બનાવે છે. તો કેળવણી જીવનનું ઘડતર કરે છે, કેળવણીની જરૂરી છે. માટે શિક્ષણ,વિદ્યા અને કેળવણીનો આધાર સ્તંભ શિક્ષક છે.

Tags: moraribapushixaktalgajarada
Previous Post

વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમ 1 ફેબ્રુઆરીથી નાગરિકો માટે ખુલ્લુ

Next Post

માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

માનવસેવા હોસ્પિટલ ટીંબીને મળી આઇસીયુ સુવિધા સાથેની એમબ્યુલન્સ

શહેર મહિલા કોંગ્રેસને 7 મહિને મળ્યા પ્રમુખ

શહેર મહિલા કોંગ્રેસને 7 મહિને મળ્યા પ્રમુખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.