બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલના 32 કલાક પછી એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જોકે, અભિનેતાના ઘરમાં ઘૂસેલા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ચોર સીડી પરથી ઊતરતો જોવા મળ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમને અલગ-અલગ કાર્ય મળ્યું છે.
મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પછી શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો. પોલીસની ટીમો વસઈ, નાલાસોપારા અને પાલઘર જેવા જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. મુંબઈ પોલીસે હુમલાખોર આરોપીને પકડવા માટે કુલ 35 ટીમો બનાવી છે. જેમાં મુંબઈ ક્રાઈમ દ્વારા 15 ટીમો અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20 ટીમો બનાવવામાં આવી છે.
મુંબઈ પોલીસ-ક્રાઈમ બ્રાન્ચ વચ્ચે સંકલનના અભાવે તપાસ પ્રભાવિત થઈ રહી છે. 32 કલાક પછી પણ આરોપી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બાંદ્રા પોલીસ સંપૂર્ણ માહિતી આપી રહી નથી. ક્રાઈમ બ્રાન્ચને લગભગ 5 કલાક પછી મધ્યરાત્રિના હુમલાની જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પાસે આ ગુના સંબંધિત સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર છે. આ ઉપરાંત, પોલીસ રાત્રે ઓટો ચલાવતા તમામ ઓટોચાલકોની પૂછપરછ કરી રહી છે.