સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉચકાતા ઠંડીનું જોર ઘટ્યું છે અને લોકોએ હવે ઠંડીમાંથી રાહત નેલવી હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો ઉંચકાઈને 18 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે સીઝનમાં હજુ ઠંડીનો એક રાઉન્ડ આવશે તેવી જાણકારો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ઠંડીનું સામ્રાજય છવાયું હતું અને લઘુતમ તાપમાન 12થી 15 ડિગ્રીએ રહ્યું હતું અને મહત્તમ તાપમાન પણ 25થી 29 ડિગ્રી રહ્યું હતું પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ધણીનું જોર ઘટ્યું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 18 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ હવે ગરમ વસ્ત્રોનો ત્યાગ કર્યો હોય તેમ મૂકી દીધા છે જયારે હવે ગરમીનો અહેસાસ થતા લોકોએ ઘરે અને ઑફિસે પંખા અને એસી શરુ કરવાનો વારો આવી ગયો છે. અને ઉનાળાના આગમનના એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રારંભે હજુ ઠંડીનો એક ચમકારો આવશે તેવું જાણકારો મણિ રહ્યા છે.