થલતેજમાં રહેતા યુવકની ફર્મ કંપનીના સોફ્ટવેરના માધ્યમથી ડેટાની ચોરી કરીને 3 વ્યક્તિએ પોતાની કંપનીના પોર્ટલ પર મૂકી હતી. જેની જાણ થતાં મૂળ માલિકે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
થલતેજના સવાકેત પટેલ ટેકનો પ્રોપર્ટી સોલ્યુશ નામની ફર્મ ચલાવે છે. તેમની કંપનીમાં રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટને સોફ્ટવેરના માધ્યમથી ડેટાબેઝ અને એડમિન સોલ્યુશન સપોર્ટનું કામ કરે છે. અગાઉ તેમની કંપનીમાં અનિલ ગાયકવાડ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા. જેથી તેમને કંપનીની કાર્યપદ્ધતિ ખબર હતી. જે બાદ વર્ષ 2020માં તેણે નોકરી છોડી દીધી હતી અને હેમંત સોલંકી અને ધ્રુવ મહેતા નામના બે વ્યક્તિ સાથે મળીને નવી કંપની ચાલુ કરી દીધી હતી. આ કંપનીનો ડેટા ચેક કરતા જાણવા મળ્યું હતું કે, સવાકેતભાઈએ તેમની કંપનીનો જે ડેટા ઓનલાઈન મુક્યો છે તેની ચોરી કરીને અનિલ, હેમંત અને ધ્રુવ પોતાની પોર્ટલ પર મુકતા હોવાથી ફરિયાદ થઈ છે.