નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હવે તમે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આગામી સપ્તાહે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે. સીતારમણે કહ્યું કે, આવકવેરાના મામલામાં પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ પર ભાર મૂકવામાં આવશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74% થી વધારીને 100% કરવામાં આવશે. સરકારે 7 ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય લીધો છે. માત્ર 8 ટેરિફ દરો જ રહેશે. સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નવું ટેક્સ માળખું
આવક ટેક્સ
0-12 લાખ. કોઈ ટેક્સ નહીં
12-15 લાખ 15% ટેક્સ
15-20 લાખ 20% ટેક્સ
20-25 લાખ 25% ટેક્સ
25 લાખથી વધુ 30% ટેક્સ